Tuesday, April 20, 2021

મંગલ પર ઉડાન ભરવાવાળું પેહલું માનવનિર્મિત હેલિકોપ્ટર

ad300
Advertisement

 મંગલ પર ઉડાન ભરવાવાળું પેહલું માનવનિર્મિત હેલિકોપ્ટર:

INGENUITY

 

ઇન્જનુંઈટી(INGENUITY) નામક હેલિકોપ્ટર કે જેને નાસા દ્વારા મંગલ પર મોકલવામાં આવ્યું હતું એને 19 એપ્રિલ 2021 ના રોજ પોતાની ની ઐતિહાસિક ઉડાન ભરી. નાસા ના પ્રેસરવેરેન્સ(PRESERVERENCE) યાન સાથે ઇન્જનુંઈટી હેલિકોપ્ટર મંગલ પર ઉતર્યું હતું. ઇન્જનુંઈટી દ્વારા ભરવામાં આવેલ આ પેહલી ઉડાનમાં એ 10 ફૂટ સુધી ઉંચે ઉડ્યું હતું અને આ ઉડાન 39.1 સેકન્ડ સુધી ચાલી હતી. આ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે કેમ કે પૃથ્વીની બહાર કોઈ બીજા ગ્રહ પર ઉડવાવાળું આ પ્રથમ યંત્ર છે, જેને નાસા ને ફરી એકવાર અવકાશ વિશ્લેષણ સંસ્થાઓમાં મોખરું સ્થાન અપાવ્યું છે.

આ જાણીને કોઈપણ સામાન્ય માણસ ને પ્રશ્ન થાય કે આમાં શુ મોટી વાત, આ જમાના માં ડ્રોન એક સામાન્ય રમકડું છે જેને જોઈને હવે કોઈને આશ્ચર્ય નથી થતો. પરંતુ આ જાણીને બધાને આશ્ચર્ય થશે કે આપણા ઘરે ઉડતા ડ્રોન મંગળ ગ્રહ પર ન ઉડી શકે. આ સમજવા માટે આપણે મંગળના વાતાવરણ વિશે અમુક માહિતી મેળવી લેવી જરૂરી છે:

-મંગળ નું વાતાવરણ પૃથ્વી ની તુલના માં 1/100 ગણું ઓછું ઘટ્ટ છે. જેના લીધે કોઈ યંત્રને ઉડવું બહુ જ મુશ્કેલ બની જાય છે અને એને એટલી જ વધુ ઉર્જા ની જરૂર પડે છે એક સફળ ઉડાન કેળવવા.

-મંગળનું ગુરુત્વાકર્ષણબળ પણ ઓછું અચરજ પમાડે એવું નથી. મંગળનું સપાટી નું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વી ના ત્રીજા ભાગ નું છે. ઉદાહરણ તરીકે, પૃથ્વી પર નું તમારું વજન 60 કિલોગ્રામ છે તો મંગલ પર માપશો તો 20 કિલોગ્રામ લાગશે. મંગળ પર ભરાયેલ આ ઉડાન પૃથ્વી પર 30 કિમી ઉંચી ઉડાન ભરવા બરાબર છે જે અત્યાર સુધી બનેલા કોઈપણ હેલિકોપ્ટર દ્વારા શક્ય નથી બનેલું.ઇન્જનુંઈટી હેલિકોપ્ટર ને વિસ્તારથી થોડું વધુ જાણીયે:

- આ હેલિકોપ્ટર નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL) દ્વારા બનાવવામાં આવ્યું છે જે હયુસ્ટન, ટેક્સસ(USA) ખાતે આવેલી છે. JPL નાસાના બધા જ ડિઝાઇન પણ કરે છે અને મેન્યુફેક્ચર પણ કરે છે.

- મીમી આંગ એક મહિલા એન્જીનીયર(at JPL) દ્વારા આ પ્રોજેક્ટનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

- ઇન્જનુંઈટી એક ડેમોન્સ્ટ્રેશન માટે બનાવવામાં આવ્યું છે જે 30 દિવસ સુધીમાં 5 ટેસ્ટ ફ્લાઈટ્સ લેશે અને ઉડાનમાં આવતી બધી જ જાતની વાસ્તવિક સમસ્યાઓને રેકોર્ડ કરશે. આ હેલિકોપ્ટરનું ઉદેશ્ય એજ છે કે ત્યાંના વાતાવરણમાં ઉડાન કેવી રીતે સરળ, ઓછા ખર્ચાવાળી અને કાર્યદક્ષ બની શકે એ જાણવું.

- નાસાના અંદાજ મુજબ આવનારા 30 દિવસોમાં ઇન્જનુંઈટી કુલ 5 ટેસ્ટ ફ્લાઈટ ભરશે. એમનું અંદાજ છે કે આ હેલિકોપ્ટર 10-16 ફુટ ઉંચે ઉડી શકશે અને એ 90 સેકન્ડ સુધી ઉડી શકશે. પોતાના સ્થાનથી 50 મીટર દૂર જઈને ફરી પોતાના સ્થાન પર પરત ફરશે. બધી જ ઉડાન સ્વચાલિત હશે, કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી. બધો જ ફ્લાઈટ નો ડેટા એ હેલિકોપ્ટર પ્રેસરવેરેન્સ રોવરની મદદથી પૃથ્વી પર મોકલશે.

- આવા હેલિકોપ્ટરનો ઉપયોગ મંગળની સપાટી પર રોવરના માર્ગોની તપાસ કરવા માટે થશે, આ હેલિકોપ્ટરો જ રોવર માટે ના રસ્તાઓ નક્કી નિર્ધારિત કરશે જેથી રસ્તામાં આવતી બધી અડચણોને નિવારી શકાય અથવા કોઈ બીજો સરળ માર્ગ નિર્ધારિત કરી શકાય.

-તમને જાણીને આશ્ચર્ય થશે કે આ હેલિકોપ્ટરમાં ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 801 (qualcomm snapdragon 801) પ્રોસેસર છે જે 2014 ની સાલ માં પ્રસ્તુત થયું હતું એન્ડ્રોઇડ ફોનમાં. એ પ્રોસેસર ને અત્યારે સામાન્ય જનતા દ્વારા આઉટડેટેડ ગણવામાં આવે છે કેમ કે એના કરતા વધુ ફાસ્ટ પ્રોસેસીંગ કરવાવાળા પ્રોસેસર્સ અત્યારે માર્કેટમાં આવી ગયા છે.

- આ હેલિકોપ્ટર 30 wh ની બેટરીથી ચાલશે. જેને સોલાર પેનલથી ચાર્જ કરવામાં આવશે. સાંભળવામાં બહુ જ સેહલું લાગે છે પણ મંગળ હંમેશા કાર્બન ડાયોક્સાઇડ ના વાદળોથી ઢાંકાયેલો રહે છે, જેના લીધે ખુબ જ ઓછી માત્રામાં સૂર્યપ્રકાશ સપાટી સુધી પહોંચે છે, મંગળની સપાટી પાર ઉપલબ્ધ સૂર્યઉર્જા પૃથ્વીની સરખામણીમાં અડધી છે અને એ પણ ત્યારે જ જયારે બધી પરિસ્થિતિ યોગ્ય હોય મંગળ પર. મંગળ પર અવારનવાર વાવાજોડા અને આંધી ની સમસ્યાઓ સામાન્ય ગણાય છે. જેથી આ બેટરીને ચાર્જ કરવામાં ખુબ લમ્બો સમય લાગી જાય છે. એટલે જ નાસા દ્વારા 30 દિવસ માં 5 જ ટેસ્ટ ફ્લાઈટ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- આટલી જટિલ પ્રણાલી ને બનાવવામાં ખર્ચ પણ એટલો જ વધારે થાય છે. નાસા દ્વારા આ હેલિકોપ્ટર ને બનાવવામાં 8 કરોડ ડોલરનો ખર્ચ કરાયો અને આ ઉપરાંત એ હેલિકોપ્ટરને મંગલ પાર ચલાવવા માટે નાસાએ 50 લાખ ડોલર નો ખર્ચો કર્યો છે. કુલ ખર્ચ 8.5 કરોડ ડોલર એટલે કે અંદાજે 6,35,39,62,500 ભારતીય રૂપિયા થયો છે.

- ઇન્જનુંઈટીમાં રાઈટ બ્રથર્સ ના બનાવેલા એરપ્લેનના ફેબ્રિક નો ટુકડો પણ રાખવામાં આવ્યો છે. રાઈટ બ્રથર્સે ઈ.સ.1903માં પૃથ્વી પર ઉડવાવાળું પહેલું વિમાન બનાવ્યું હતું એમના સન્માનમાં એ ફેબ્રિકનો ટુકડો ઇન્જનુંઈટીમાં લગાવવામાં આવ્યો.

આ હેલિકોપ્ટર્સને નેક્સ્ટ જનરેશન માર્સ રોવર્સ કહેવામાં આવ્યા છે. આવનારા ભવિષ્યના રોવર્સ જમીન પાર ચાલનારા નહિ હોય.

મંગળ પર મોકલતા પેહલા ઇન્જનુંઈટી પૃથ્વી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં એક વેક્યુમ ચેમ્બરમાં મંગળ જેવી પરિસ્થિતીઓ ઉભી કરવામાં આવી હતી. એ ચેમ્બરમાં વાતાવરણ નું દબાણ મંગળ સમાન ખુબ ઓછું રાખવામાં આવ્યું હતું જેમાં 0.60% કાર્બન ડાયોક્સાઇડ રખાયો હતો એક નાનું મંગળ ઉભું કરવા માટે. મંગળ પાર હવાની ગતિ પણ બહુ જ વધુ છે અને એ પરિસ્થિતિ પૃથ્વી પાર ઉભી કરવા માટે 900 પંખાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સાંભળવામાં આ બધા પ્રયાસો ખુબ નાના અને અત્યંત ખર્ચાળ લાગે છે. નાસાનું વર્ષ 2021 નું બજેટ 2330 કરોડ ડોલરનું છે અને નાસા 1958 થી કાર્યરત છે જે દર્શાવે છે કે અત્યાર સુધીમાં કેટલો ખર્ચ નાસા દ્વારા અવકાશ ક્ષેત્રે થયો હશે એ ખુબ જ નોંધપાત્ર રકમ છે. શું આટલો ખર્ચ આ ક્ષેત્રે વ્યાજબી છે?  તો જવાબ હશે હા. કેમ કે જો આવનારા ભવિષ્યમાં માનવ સભ્યતા મંગળ પર વસવા ઇચ્છતી હોય તો આ બધા પ્રયાસો આવશ્યક છે. ભૂતપૂર્વ અને સ્વર્ગસ્થ વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સના વચનો "માનવ સભ્યતા પાસે વધુમાં વધુ 100 વર્ષ છે, જો માનવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગતા હોય તો એમને શીઘ્ર અતીશીઘ્ર પૃથ્વીથી દૂર કોઈ બીજા ગ્રહ પર રેહવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ."

વિશ્વની લગભગ બધી જ અવકાશ સંશોધન સંસ્થાઓનો મુખ્ય ઉદેશ્ય એજ છે. જેમ વર્ષો પેહલા ચંદ્ર પણ પહેલું કોણ પહોંચશે એ વાત પર દોડ લાગી હતી, આજે પણ એક એવી જ સ્પર્ધા ઉભી થઇ છે મંગળ માટે. બસ ફેર એટલો જ છે કે આ વખતે ત્યાં પહોંચવું જ નહિ પણ ત્યાં વસવું પણ આ સ્પર્ધાનો મહત્વનો ભાગ છે.

ઇન્જનુંઈટીને નાસાની એક મહત્વની સિદ્ધિ ગણવી એ અતિશયોક્તિ નહિ હોય.

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 SHARE..: