Wednesday, April 28, 2021

Study of Indian Cultural Forests | ભારતીય સાંસ્કૃતિક વનો નો અભ્યાસ

ad300
Advertisement

Study of Indian Cultural Forests | ભારતીય સાંસ્કૃતિક વનો નો અભ્યાસ 

ભારતીય સંસ્કૃતિના કે વેદો , પુરાણો , ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે . પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાનિધ્યમાં રહેતો હતો . પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્યાસ કરી આ અંગેની માહિતી સંગ્રહીત કરેલ છે . પૂર્વજોને સુખ , શાંતિ , સમૃદ્ધિ અને આરોગ્ય માટે વૃક્ષોની અગત્યતા સમજાયેલ હતી. તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતા હતા. 

હાલમાં પણ આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે. વૃક્ષોની માનવ સમાજ પર સીધી અસર થાય છે , તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્સાશાસ્ત્રોમાં છે . આજનો માનવ જયોતિષશાસ્ત્ર , વાસ્તુશાસ્ત્ર , આયુર્વેદ વગેરે વિષયોમાં વધુ વિશ્વાસ રાખતો થયો છે . આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક , એલોપેથીક , હોમીયોપેથિક તેમજ બાયોકેમીકલ દવાઓ બનાવવામાં વૃક્ષો , વેલા , વનસ્પતિના મૂળ , છાલ , પાન , ફૂલ , ફળ ઉપયોગી થાય છે , તે સર્વવિદિત હકીકત છે.


 

કેટલાક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્ટ તત્વો દૂર થાય છે અને વ્યકિતના જીવન ઉપર તેની હકારાત્મક અસર થતી હોવાની પણ માન્યતા છે . વૃક્ષોની આવી અસરો વિશે આધુનિક વિજ્ઞાન કદાચ સંમત ન પણ થાય . પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ , નક્ષત્ર , રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે . ગ્રહ , નક્ષત્ર , રાશિ , ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર બિંદુમાં રાખી કરેલ વૃક્ષ વાવેતર અને વૃક્ષ સંરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્મક અસર થાય છે . ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે “ સાંસ્કૃતિક વનો ” તરીકે ઓળખવામાં આવે છે . 

- ગાંધીનગર ગુજરાત રાજયના તત્કાલિન માનનીય મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સને ૨૦૦૪ માં વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર , સેકટર -૧૮ ખાતે પુનિત વન સાકાર થયેલ છે . અહીં ગ્રહ , નક્ષત્ર , રાશિ , સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્ર બિંદુમાં રાખી જુદા - જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હોઇ , સમગ્રપણે આ વાવેતરનું નામ “ પુનિત વન ’ રાખવામાં આવેલ છે . ૬ હેકટરની જમીનમાં આ વન ફેલાય છે . આ ‘ પુનિત વન’માં નક્ષત્ર વન , રાશિ વન , નવગ્રહ વન , પંચવટીની રચના કરવામાં આવેલ છે . શિવલીંગ જેવો આકાર દેખાય તે પ્રમાણે બીલીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે . પુનિત વન એ ફકત વનસ્પતિઓનો શાસ્ત્રીય સંગ્રહ નથી , પરંતુ દરેક ઉંમરના લોકો માટેનો આધુનિક , રમણીય બગીચો છે . પગદંડી , એમ્ફી થીયેટર , વનકુટીર , ફુવારો તેની રમણીયતામાં વધારો કરે છે . સમગ્રપણે જોતાં પુનિત વન એ પ્રાચીન સંસ્કૃતિ અને આસ્થા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમને વેગવંતો બનાવવા માટે મહત્વનો ફાળો આપનાર દેશનું એક અનેરુ કેન્દ્ર બની રહેશે . તે ઉપરાંત ગાંધીનગર માટે એક મહત્વનું પર્યટન સ્થળ છે . માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તા . ૦૬-૦૭-૨૦૦૪ ના રોજ પુનિત વનનું ઉદ્ઘાટન કરી તેને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું .

2. “ માંગલ્ય વન ”

 - અંબાજી સને ૨00૪ સુધી દર વર્ષે રાજયકક્ષાનો વનમહોત્સવ ગુજરાતના પાટનગર ખાતે યોજવાની વર્ષો જુની પ્રણાલી અમલમાં હતી . સને ૨૦૦૫ માં ગુજરાત રાજયના દીર્ધદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી વર્ષો જુની પ્રણાલી દૂર કરી , ગુજરાત રાજયની સ્થાપના પછી સૌ પ્રથમ વખત રાજયકક્ષાનો વનમહોત્સવ રાજયના પાટનગરની બહાર યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો . રાજયના જુદાજુદા જિલ્લાઓમાં દર વર્ષે રાજયકક્ષાના વનમહોત્સવનું આયોજન કરી વધુને વધુ લોકોને વૃક્ષ વાવેતર કાર્યક્રમમાં સક્રિય રીતે સાંકળવાનો મુખ્ય ઉદ્દેશ તેમાં સમાયેલ છે . જેના પરિણામ રૂપે અંબાજી ખાતે “ માંગલ્યવન ’ નિર્માણ પામેલ છે . આ વન ૩.૫ હેકટર જમીનમાં ફેલાયુ છે . અંબાજી એ સમગ્ર ભારતના અતિ પવિત્ર , ઐતિહાસિક , ધાર્મિક અને ૬૪ શકિતપીઠો પૈકીનું એક છે . તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અને અમદાવાદથી આશરે ૧૮૦ કિ.મી.ના અંતરે આવેલ છે . ભાદરવા માસમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા માઁ અંબાના ” દર્શને જાય છે , જે એક અદ્વિતીય પ્રસંગ છે . જુદી જુદી ધાર્મિક મહત્વ ધરાવતી વૃક્ષવાટિકાઓ જેવી કે નક્ષત્ર વન , નવગ્રહ વન , રાશિ વન બનાવવામાં આવેલ છે . નવપરણિત ૫૦૧ નવયુગલો દ્વારા કરવામાં આવેલ વૃક્ષ વાવેતર એ માંગલ્યવનનો ચિરસ્મરણીય પ્રસંગ છે . જુદા જુદા રંગના રોપાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૐ પરની “ ઓમ વાટિકા ' તથા સરોવરના એક કિનારેથી સામેના કિનારે જવા માટે બનાવેલ લાકડાનો ‘ ગાર્ડન બ્રીજ ' આ જગ્યાનું અનેરું આકર્ષણ છે . ‘ માંગલ્ય વન ’ હાલમાં રાજયના મહત્વના પર્યટક સ્થળોની હરોળમાં આવી રહેલ છે . લાખો લોકો આ સ્થળની મુલાકાત લઇ વૃક્ષ સંરક્ષણની આપણી પ્રણાલીથી માહિતગાર થાય છે . પ૬ મા વનમહોત્સવ દરમ્યાન તા . ૧૭-૦૭-૨૦૦૫ ના રોજ માંગલ્ય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું .

૩. “ તીર્થકર વન ” 

- તારંગા ગુજરાતના મહેસાણા જિલ્લામાં અમદાવાદથી આશરે ૧૨૦ કિ.મી. દૂર આવેલું ‘ તારંગા ’ જૈન ધર્મનું અગત્યનું પવિત્ર યાત્રાધામ છે . અહીં ભગવાન અજીતનાથજીનું પુરાણું મંદિર ‘ હેરીટેજ સાઇટ છે . જેના સ્થાપત્યનું કોતરણી કામ ઘણુંજ સુંદર છે.સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા આ મંદિર બંધાવવામાં આવેલ હતું . તારંગા એ ધાર્મિક યાત્રા સ્થળની સાથે સાથે પ્રવાસ ધામ તરીકે પણ મહત્વ ધરાવે છે . દર વર્ષે લાખો યાત્રાળુઓ તથા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવે છે . જૈન ધર્મના ૨૪ તીર્થકરોએ વૃક્ષ નીચે કેવલજ્ઞાન ’ પ્રાપ્ત કરેલ . આ બધા વૃક્ષો કેવલી વૃક્ષો તરીકે જૈનોમાં આદર ધરાવે છે . આ સ્થળ જૈન ધર્મનું મહત્વનું યાત્રાધામ હોવાથી સને ૨૦૦૬ માં અહીં કેવલી વૃક્ષો ધરાવતું ‘ તીર્થકર વન ’ તૈયાર કરવામાં આવેલ છે . આ વન પ .૪ હેકટર જમીનમાં ફેલાયું છે . સ્થળ પર તીર્થકર વનની રચના કલ્પવૃક્ષ યંત્ર પ્રમાણે કરવામાં આવી છે . અહીં રાશિ વન , નક્ષત્ર વન , નવગ્રહ વન , શ્રીપર્ણા વન , વન કુટિર , બાળ ઉદ્યાન બનાવવામાં આવેલ છે . આ સ્થળ અરવલ્લી પર્વતમાળાના પશ્ચિમ ભાગમાં અને સાબરમતી નદીના દક્ષિણ - પશ્ચિમમાં આવેલ છે . ‘ તીર્થકર વન ’ થી આ સ્થળના શૈક્ષણિક દ્રષ્ટિકોણમાં ઉમેરો થયો છે . તે ઉપરાંત આ સ્થળને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલ છે . પ ૭ મા વનમહોત્સવ દરમ્યાન માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તા . ૧૩-૦૭-૨૦૦૬ ના રોજ તીર્થકર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

૫. “ ભક્તિ વન ” 

- ચોટીલા ૫૯ મા વન મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સને ૨૦૦૮ માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ‘ ભકિત વન ’ તૈયાર કરવામાં આવેલ છે . રાષ્ટ્રિય ધોરીમાર્ગ નં . ૮ ઉપર અમદાવાદથી આશરે ૧૭૦ કિ.મી. દુર આવેલુ યાત્રાધામ છે . ચોટીલાના ડુંગર ઉપર ‘ માઁ ચામુંડા ’ નું સુપ્રસિધ્ધ મંદિર આવેલું છે . દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે . ‘ ભકિત વન ’ નો આશરે ૧૨ એકર જેટલો વિસ્તાર મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચવામાં આવેલ છે . 

( ૧ ) તુલસીકુંડ 

( ૨ ) ભકિતવન અને 

( ૩ ) પુનિત વન 

 તે ઉપરાંત અહીં રોપ વિતરણ કેન્દ્ર , વન કુટીર અને ફુવારો બનાવવામાં આવેલ છે . “ નિરોગી બાળ વર્ષ ” ને ધ્યાનમાં રાખી આયુર્વેદિક મહત્વ ધરાવતી વિવિધ વનસ્પતિઓનું ‘ નિરોગી બાળ વન ’ ઊભું કરવામાં આવેલ છે . ચોટીલા ખાતે આ વન પ્રવાસીઓ માટે જોવા લાયક છે . ‘ ભકિત વન ’ નો વિસ્તાર ૫.૮ હેકટર છે . ૫૯ મા રાજ્ય કક્ષાના વનમહોત્સવ દરમ્યાન તા . ૧૮-૭-૨૦૦૮ ના રોજ ભક્તિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

૬. “ શ્યામલ વન ”

 - શામળાજી સને ૨૦૦૯ ના ચોમાસામાં ૬૦ મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે “ શ્યામલ વન ’ બનાવવામાં આવેલ છે . તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં . ૮ ઉપર અમદાવાદથી આશરે ૧૨૭ કિ.મી. દૂર આવેલું છે . અહીં ‘ ભગવાન વિષ્ણુ ’ નું વિખ્યાત મંદિર આવેલું છે . દર વર્ષે લાખો લોકો આ સ્થળની મુલાકાતે આવે છે . કોપીસીંગ પ્રકારના વૃક્ષઆવરણ ધરાવતાં બે ડુંગરોની વચ્ચે આ જગ્યા આવેલી છે , જે શ્યામલ વનની સુંદરતામાં વધારો કરે છે . શામળાજી મંદિરના દર્શને આવતાં મોટા ભાગના લોકો આ સ્થળની અચુક મુલાકાત લે છે . કોતરણીવાળુ મુખ્ય પ્રવેશદ્વાર , દશાવતાર વન , નક્ષત્ર વન , રાશિ વન , ધનવંતરી વન , દેવ વન , સ્મૃતિવન અને ગ્રહ વાટિકા દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે . તે ઉપરાંત ૬.૩ હેકટરના વિસ્તારમાં ફુવારો , લોન વિસ્તાર , બાળકો માટે રમતનું ક્રિડાંગણ , વનકુટીર , ખેત વનીકરણ નિદર્શન પ્લોટ , આધુનિક નર્સરી , બાબુ સિટમ , ઇન્ટરપ્રિટેશન સેન્ટર , ટ્રી મ્યુઝીયમનું આયોજન પણ કરવામાં આવેલ છે . જે લોકો માટે એક અનેરૂ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે . વનમહોત્સવ દરમ્યાન માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૧૮-૭-૨૦૦૯ ના રોજ શ્યામલ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

૭. “ પાવક વન ”

 - પાલીતાણા પાલીતાણા જૈન ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ છે . દેશ - વિદેશથી હજારો લોકો દર વર્ષે અહીં દર્શને આવે છે . ૬૧ મા સ્વર્ણિમ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વર્ષ ૨૦૧૦ માં અહીં ‘ પાવક વન’નું નિર્માણ કરી રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ . આ જગ્યા પર્યટક સ્થળ તરીકે વિકસાવી વૃક્ષોના રક્ષણ - સંરક્ષણ અંગે આપણી સંસ્કૃતિ - પ્રથાથી લોકોને માહિતગાર કરવાનો મુખ્ય ઉદેશ્ય સમાયેલો છે . અહીં ૭.૪ હેકટર જમીનમાં અમૃત મહોત્સવ વન , વિહંગ વન , રાયણ વન , ડમરા વાટિકા વન , આરોગ્ય વન , સુશ્રુત વન , તીર્થકર વન , રાશિ વન , નક્ષત્ર વન , શેત્રુંજય વન , કમળકુંડ વન જેવા વનો ઊભા કરવામાં આવેલ છે . ત é પરાંત લોન વિસ્તાર ( બગીચો ) તથા બાળકો માટે રમતનું ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે . ‘ પાવક વન ’ માં ૯૫ જાતના વૃક્ષો વાવવામાં આવેલ છે . જેમાં મુખ્યત્વે વડ , બોરસલી , બીલી , પીપળો , ઉમરો , મહુડો , ગરમાળો , કડાયો , ગુગળ , કદમ્બ , ડમરો , તુલસી , રૂખડો , સીસુ , વાંસ , બોગનવેલ , ટેકોમા વગેરે જાતોના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે . તા . ૩૦-૭-૨૦૧૦ ના રોજ પાવક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

૮. “ વિરાસત વન ” 

- પાવાગઢ ગુજરાતની પૂર્વ પટ્ટીના પંચમહાલ જિલ્લામાં પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જેપુરા ગામે સને ૨૦૧૧ માં ૬૨ મા વન મહોત્સવ નિમિત્તે ૬૫ હેકટરમાં ‘ વિરાસત વન ’ નિર્માણ પામેલ છે . 

પાવાગઢ ( ચાંપાનેર ) આધ્યાત્મિક , ઐતિહાસીક , ભુસ્તરીય , પુરાતત્વીય મહત્વ અને સુંદરતમ પરિસર ધરાવે છે. આ વિસ્તારને યુનેસ્કો દ્વારા ૨૦૦૪ માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલ છે . આવી આગવી વિશેષતાના કારણે આ સ્થળની સાંસ્કૃતિક વન નિર્માણ માટે પસંદગી કરવામાં આવેલ . લોકોને વૃક્ષ ઉછેર સાથે સાંકળવાના હેતુસર આ સાંસ્કૃતિક વનને નીચે જણાવ્યા મુજબની ૭ થીમ આધારીત વિકસાવેલ છે . 

( ૧ ) આનંદ વન 

( ૨ ) આરોગ્ય વન 

( ૩ ) આરાધ્ય વન 

( ૪ ) સાંસ્કૃતિક વન 

( ૫ ) આજીવીકા વન

( ૬ ) નિસર્ગ વન 

( ૭ ) જૈવિક વન 

વિરાસત વનને આકર્ષણોના કેન્દ્રો તરીકે વિકસિત કરવા માટે પાવાગઢનું આધ્યાત્મિક , ઐતિહાસીક , પુરાત્તવીય , ભુસ્તરીય , પરિસરીય મહત્વ સમજાવતા રસપ્રદ માહિતી સભર પેનલો અને મોડેલ બનાવવામાં આવેલ છે . ‘ વિરાસત વન ’ નું મુખ્ય આકર્ષણ તેનું પ્રવેશદ્વાર , કલાત્મક પુલો , સુશોભિત તળાવો , ફુવારાઓ , વનકેડીઓ , વન્યપ્રાણીના મોડેલ , ભુમિ - ભેજ સંરક્ષણ વ્યવસ્થાનું નિદર્શન , સુંદર ફુલોની ક્યારીઓ , બાળ ક્રિડાંગણ , ઘાસનું મેદાન છે . મુલાકાતીઓના વિશ્રામ માટે વન કુટીર તથા અલ્પાહાર માટે કાફેટેરીયા પણ બનાવવામાં આવેલ છે . ૬૨ મા વન મહોત્સવ દરમ્યાન તા . ૩૧-૭-૨૦૧૧ ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વિરાસત વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

૯. “ ગોવિંદ ગુરૂ સ્મૃતિવન ” 

- માનગઢ સને ૨૦૧૨ માં રાજયકક્ષાના ૬૩ મા વન મહોત્સવની ઉજવણી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે કરવામાં આવેલ છે . આ સ્થળ સંતરામપુરથી દક્ષિણ દિશાએ ૨૫ કિ.મી. દૂર આવેલ છે . આ સ્થળે અંગ્રેજોની વેઠ - મજુરી વિરૂદ્ધ અવાજ બુલંદ કરનાર આદિવાસીઓએ ‘ ગોવિંદ ગુરુ ’ રાહબરી હેઠળ તા.૧૭-૧૧-૧૯૧૩ના રોજ અંદાજે ૧૫૦૦ થી વધારે લોકોએ શહીદી વહોરી હતી. 

આ બલિદાન ભાવી પેઢીને હરહંમેશ ચિરસ્મરણીય અને પ્રેરણાસ્ત્રોત બની રહે તે હેતુસર માનગઢની પાવનભૂમિ પર ‘ ગોવિંદ ગુરુ સ્મૃતિવન ’ નું નિર્માણ પ .00 હેકટરની જમીનમાં કરવામાં આવ્યું છે . ગોવિંદગુરુના મહાન કાર્યો અંગે જન જાગૃતિ ફેલાવવા માટે એક પ્રદર્શન કક્ષ , શહીદોની સ્મૃતિમાં અમર જયોતિસ્તંભ તથા શહીદ વન , પર્યટકોના વિશ્રામ માટે વિશ્રામ કુટિર , ઘાસની લોન તથા વિશ્રામગૃહ , કલાત્મક પ્રવેશદ્વાર , તુલસી વન , કમળકુંડ , રાશિ વન , નક્ષત્ર વન , બિલ્વ વન તથા માનગઢની આસપાસની દ્રશ્યાવલી ઝાંખી કરાવતો એક નિર્સગ ઝરૂખો બનાવેલ છે . ૬૩ મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ગોવિંદ ગુરુ સ્મૃતિવન માં આશરે ૫000 વૃક્ષો તથા તેની આજુબાજુના વન વિસ્તાર તેમજ લોકોના ખેતરોમાં આશરે ૧ લાખ વૃક્ષો ઉછેરવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં આશરે ૫0,000 ( પચાસ હજાર ) જેટલી જનમેદની હાજર રહેલ હતી . આ વન તા . ૩૦-૭-૨૦૧૨ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકો માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે .

૧૦. “ નાગેશ વન ”

 - નાગેશ્વર ( દ્વારકા ) રાજ્યના પશ્ચિમ કિનારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા થી ૧૭ કિ.મી. દૂર , દ્વાદશ જ્યોતિલિંગ પૈકીના એક એવા નાગેશ્વર મુકામે વર્ષ ૨૦૧૩ માં તા.૦૨-૦૮-૨૦૧૩ના ૬૪ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે . ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા અને પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ નાગેશ્વર એ બન્ને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ પ્રાચીન અને મહત્વના સ્થળો હોવાથી દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો આ સ્થળની મુલાકાતે આવે છે . અહીં નાગેશ્વર મંદિરની બાજુમાં ૩૦૦ મીટર દૂર ૬.૦ હેક્ટર વિસ્તારમાં ‘ નાગેશ વન’નું નિર્માણ કરવામાં આવેલ છે . આ સાંસ્કૃતિક વનમાં 

( ૧ ) નવગ્રહ વન 

( ૨ ) નક્ષત્ર વન

( ૩ ) રાશિ વન 

( ૪ ) પંચવટી વન 

( ૫ ) ચરક વન 

( ૬ ) ગુગળ વન 

( ૭ ) તુલસી વન 

( ૮ ) બીલી વન 

( ૯ ) વડ - પીપળ વાટિકા 

( ૧૦ ) પામ ગ્રુવ તૈયાર કરવામાં આવેલ છે . 

ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણએ દારૂકા રાક્ષસનો વધ આ જગ્યાએ કરેલ હતો જેની યાદમાં ‘ દારૂકા વન ’ ઊભું કરવામાં આવેલ છે . ઉપરાંત માન સરોવરના ફરતે તેની પાળ ઉપર જાંબુ , અર્જુન સાદડ , વડ , પીપળ અને દેશી બાવળનું વાવેતર કરીને સુશોભિત કરવામાં આવેલ છે .

૧૧. “ શક્તિવન ” 

- કાગવડ ( જેતપુર ) ૬૫ મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખોડલધામ , કાગવડ ખાતે કરવામાં આવી . આ ઉજવણી કાર્યક્રમાં “ શક્તિવન ” નું નિર્માણ તા .૩૦ / ૦૭ / ૨૦૧૪ ના રોજ કરવામાં આવેલ છે . ૭.૫ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ શક્તિવનમાં છાયાદાર , ઘટાદાર , ઔષધિય તેમજ જ્યોતિષ શાસ્ત્ર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતાં ૮૩,૭૦૦ રોપાનું વાવેતર કરવામાં આવેલ હતું . તાજેતરમાં , ખોડલઘામમાં ખોડલ માતાનું પવિત્ર મંદિરનું નિર્માણ પામેલ છે . ખોડલધામ રાજકોટથી આશરે ૭૦ કિ.મી દૂર અને ઔદ્યોગિક રીતે મશહુર જેતપુરથી આશરે ૧૩ કિ.મી દૂર આવેલ છે . શક્તિવન ” માં આકર્ષક પ્રવેશદ્વાર , શક્તિના પ્રતિકરૂપે બનાવવામાં આવેલ છે . આ ઉપરાંત કમળકુંડ , ગુજરાતની અસ્મિતા સમાન “ સાવજ ” નું મોડલ , જળ શકિતની અનુભૂતિ દર્શાવતો પાણીનો ધોધ , “ ખોડલધરો ” અને નયનરમ્ય તળાવ , “ નારી તું નારાયણી ” ને સાર્થક કરતું નારીને આદર આપતું શિલ્પ , વન ઔષધિથી ઉપચારની સમજ આપતું “ વિશ્વાયુષ વન ” , શકિતના પાંચ સ્વરૂપનું મહત્વ દર્શાવતા વૃક્ષનું મોડલ જેવા અનેક આહલાદક , નવીનતમ આકર્ષણો બનાવેલ છે . તદ્ઉપરાંત પંચવટી , કદમકુંજ , નવગ્રહ વન , ચંદન વાટિકા , અશોક વાટિકા , બીલ્દાવન , નક્ષત્ર વન , રાશિ ઉપાસ્ય વન , વાંસના કુંજ , શ્રીપર્ણ વન , મુલાકાતીઓને પર્યાવરણલક્ષી માહિતી પ્રદાન કરતું ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર બનાવેલ છે . સમગ્ર વિસ્તાર ગ્રીનઝોન તરીકે વિકાસ પામેલ છે . નોંધનીય બાબત એ છે કે લોક જાગૃતિ અને લોક ભાગીદારી દ્વારા ૧,૧૧૧ રોપાનું બાલ કન્યાઓ અને વરિષ્ઠ નાગરિકો દ્વારા વાવેતર કરવામાં લ છે . ‘ શક્તિવન ” ની મોટી સંખ્યામાં પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે .

૧૨. “ જનકી વન ”

 - વાંસદા વર્ષ ૨૦૧૫ માં ૬૬ માં વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ભિનાર ખાતે કરવામાં આવી . આ ઉજવણી કાર્યક્રમમાં “ જાનકી વન ” નું નિર્માણ તા .૦૨ / ૦૮ / ૨૦૧૫ ના રોજ કરવામાં આવ્યું . ૯.૬૪ હેક્ટર ગૌચર અને ૬.૦૦ હેક્ટર રીઝર્વ ફોરેસ્ટ મળી કુલ ૧૫.૬૪ હેક્ટર વિસ્તારમાં ગુજરાતના દક્ષિણે આવેલ કુદરતી સૌદર્યથી છલકાતા વિસ્તારમાં “ જાનકી વન ” સાકાર થયેલ છે . “ જાનકી વન ” માં ચંદન વન , નવગ્રહ વન , આમ વન , સિંદુરી વન , પંચવટી વન , અશોકવાટિકા વન , દેવફળ વન , વાલ્મીકી વન , આશ્રમ વન , દશમુળ વન , કાજુ વન , વડ વન , નક્ષત્ર વન , રાશિ વન , રામાયણ વન , બીલી વન , પરિચય કેન્દ્ર - નારી શક્તિ , કેફેટેરીયા આદીવાસી હાટ , બાલવાટિકા જેવા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવેલ છે . “ જાનકી વન ” મુખ્ય આકર્ષણો નીચે મુજબની વિગતે છે . 

( ૧ ) આદિવાસી લોકનૃત્યના વાજિત્રોનું મ્યુરલ તથા આદિમાનવનું મ્યુરલ , 

( ૨ ) નારીશક્તિ શિલ્પ , 

( ૩ ) ઉનાઈ માતાજીનું મ્યુરલ , 

( ૪ ) વાંસની વિવિધ બનાવટો ઉપરાંત મેઈન પ્રવેશ દ્વાર , વાલ્મિકી કુટિર , ગેઝેબો , કેફેટેરીયા પણ બનાવવામાં આવેલ છે .

આજે આપણે ભારતીય સાંસ્કૃતિક વનો નો અભ્યાસ ક્ર્યો જેમા બાકીના વન માટે ભાગ ૨ લાવીશુ.


Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 SHARE..: